AMTS/BRTS બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓએ વહેલાનીકળીને સમયસર પરીક્ષા શરૂ થવાની 20 મિનિટ પહેલા જે તે પરીક્ષા સેન્ટર પર પહોંચવાનું રહેશે.
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप
વિદ્યાર્થી મિત્રો,
1.ગુજરાત યુનિ ની આજની પરીક્ષા રાબેતા મુજબના સમયે લેવાશે જ.
2.AMTS/BRTS બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓએ વહેલાનીકળીને સમયસર પરીક્ષા શરૂ થવાની 20 મિનિટ પહેલા જે તે પરીક્ષા સેન્ટર પર પહોંચવાનું રહેશે.
3. યુનિએ કોઈ પરીક્ષા રદ કરેલ નથી, માટે અફવાઓથી ગેરમાર્ગે દોરવાશો નહીં. કે અફવા ફેલાવશો નહીં.
4. હોલ ટિકિટ, માસ્ક, અને પાણીની પોતાની બોટલ અવશ્ય અને ફરજીયાત લઈ જવાના રહેશે. કોવિડને કારણે પીવાના પાણીની વ્યવસ્થા કેન્દ્ર પર નહીં કરવામાં આવે.
5. કોલેજનું આઈ-કાર્ડ અવશ્ય જોડે રાખવું. જો આઈ કાર્ડ ના હોય તો અન્ય સરકાર માન્ય આઇડેન્ટિટી કાર્ડ પાસે રાખવું.
6. પોતાની કોલેજ પરથી સત્વરે આઈ કાર્ડ અને ફીની પાવતી લઇ લેશો.
7. પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લાઇ જવા પર પ્રતિબંધ છે. મોબાઈલ સાથે હશે તો કોપી કેસ થશે.
8. મુખ્ય ઉ.વહીના પ્રથમ પેજ પર તમામ વિગતો સાચી ભરશો.
9. પરીક્ષા ના અંતે કુલ કેટલા પેજ લખ્યા છે, તે સંખ્યા રિપોર્ટમાં અવશ્ય લખશો.
10. પરીક્ષાના અંતે ઉત્તરવહી સુપરવાઇઝરશ્રી ને અવશ્ય સુપરત કરશો.
11. ઉત્તરવહી જમા ના કરાવનાર વિદ્યાર્થીનું આખું વર્ષ બગડશે. માટે ખાસ ધ્યાન રાખશો.
12. પરીક્ષા દરમ્યાન કોઈ પણ પ્રકારનું સાહિત્ય, કાપલી, પ્રિન્ટેડ કોપી પકડાશે તો કોપી કેસ કરાશે.
13. જે તે કેન્દ્ર ખાતે પોતાનું વાહન લઈને ગયા હોવ તો પાર્કિંગ વ્યવસ્થિત કરવું.
14. જો કોઈને તાવ/શરદી/ઉધરસ હોય તો કોવિડ ટેસ્ટ અવશ્ય કરાવી લેવો. કોવિડ પોઝિટિવ હોય તેમન માટે યુનિ અલગથી વ્યવસ્થા વિચારશે. કોવિડ પોઝિટિવ વિદ્યાર્થીએ કોઈ પણ સંજોગો માં પરીક્ષા આપવી નહીં.
15. પરીક્ષા કેન્દ્ર ખાતે SOCIAL DISTANCING નું પાલન અવશ્ય કરવું. ક્યાંય પણ ટોળે વળવું નહીં.
14. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ.
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप